
માતા અમૃતાનંદમયી દેશના સૌથી ધનિક સાધુઓની યાદીમાં આવે છે. તે કેરળના છે અને કુલ 1,500 કરોડ રૂપિયાની માલિક છે.

યોગગુરુ બાબા રામદેવે પતંજલિ આયુર્વેદ લિમિટેડની સ્થાપના કરી છે. અગાઉ વર્ષ 1995માં તેમણે દિવ્ય યોગ મંદિરની સ્થાપના કરી હતી. તેમને દેશના પ્રખ્યાત યોગ ગુરુ માનવામાં આવે છે, જેમણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં યોગને એક અલગ ઓળખ આપી છે. તેમની પાસે કુલ 1,600 કરોડ રૂપિયા છે.

આસારામ બાપુ પણ દેશના વિવાદાસ્પદ બાબાઓમાંના એક છે. આસારામને બળાત્કારના આરોપમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. હાલ તે રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ છે. આંકડા અનુસાર આસારામના દેશભરમાં કુલ 350થી વધુ આશ્રમો છે. આસારામ ટ્રસ્ટ અનુસાર કુલ ટર્નઓવર 350 કરોડ રૂપિયા છે. આસારામ કુલ 134 મિલિયન ડોલરના માલિક છે.

વિવાદાસ્પદ ધર્મગૂરૂ નિત્યાનંદ દેશના સૌથી ધનિક બાબાઓમાંના એક છે. ભારતમાં યૌન શોષણના આરોપી નિત્યાનંદે એક્વાડોર પાસે એક ટાપુ ખરીદ્યો છે. તેણે આ ટાપુનું નામ કૈલાસ રાખ્યું. વર્ષ 2003 થી તેણે નિત્યાનંદ સંત તરીકે પ્રચાર કરવાનું શરૂ કર્યું. ફાઈનાન્શિયલ એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર નિત્યાનંદ પાસે કુલ 10,000 કરોડની સંપત્તિ છે. વિશ્વભરમાં તેના નામે અનેક ગુરુકુળો, આશ્રમો અને મંદિરો ચાલી રહ્યા છે.