
સ્વિત્ઝર્લેન્ડ (યુરોપ) - સ્વિત્ઝર્લેન્ડ પણ યુરોપમાં એક દેશ છે અને તેની માથાદીઠ જીડીપી 1,05,670 ડોલર છે. આ દેશની વસ્તી 8.70 મિલિયન છે. આ દેશ વિશ્વભરના સૌથી મોટા પર્યટક આકર્ષણોમાંથી એક છે.

નોર્વે (યુરોપ) - નોર્વેની માથાદીઠ જીડીપી 94,660 ડોલર છે, જે તેને વિશ્વનો ચોથો સૌથી ધનિક દેશ બનાવે છે. તેની વસ્તી 5.41 મિલિયન છે. નોર્વે એક પશ્ચિમી યુરોપિયન દેશ છે જે પેટ્રોલિયમ માટે જાણીતો છે.

સિંગાપોર (એશિયા) - તેની માથાદીઠ જીડીપી 88,450 ડોલર છે. સિંગાપોર એ વિશ્વના સૌથી મોટા વેપાર કેન્દ્રોમાંનું એક છે. સિંગાપોરની વસ્તી 5.45 મિલિયન છે.

આ ઉપરાંત છઠ્ઠા ક્રમે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા આવે છે. અમેરિકાની માથાદીઠ જીડીપી 85,370 ડોલર છે. ત્યાર બાદ આઇસલેન્ડ, કતાર, મકાઉ SAR અને ડેનમાર્ક આવે છે. જે માથાદીઠ જીડીપી મામલે સૌથી અમીર દેશો છે.

ભારતની વાત કરીએ, તો ભારત GDPની દ્રષ્ટિએ તે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, પરંતુ માથાદીઠ GDP મામલે ભારત 138મા ક્રમે છે. ભારતની માથાદીઠ GDP 2,730 ડોલર છે. (Image - Freepik)