
લગ્નની 50મી એનિવર્સરીએ નાથાભાઇના પુત્ર-પુત્રી સહિત પરિવારજનોએ તેમને ફરી રંગે ચંગે પરણાવ્યા હતા. અમદાવાદ સહિત ગુજરાતની અનેક હોટલો રીસોર્ટ આ પ્રસંગ માટે તપાસી પરંતુ મૂળ ગ્રામ્ય જીવનનો આ પરિવાર અંતે ગીરમાં આવેલ હિરણવેલ ગામ નજીક કુદરતના ખોળા સમો દક્ષ રિસોર્ટ પસંદ કર્યો.રિસોર્ટમાં ગામઠી પરંપરાને સાથે શણગારેલા બળદ ગાડાઓમાં વર કન્યાની જાન નીકળી હતી.

સમગ્ર રાજ્યભરમાંથી 200 જેટલા સગા સંબંધીઓ લગ્નમાં ભારે માત્રામાં આ ઉત્સવમાં જોડાયા હતા, ત્યારે નાથાભાઈ અને નીર્ળામળાબેને પોતાના વહાલસોયા સંતાનો એવા પુત્ર વિપુલ અને પુત્રી નેહાના આ પ્રેમ સભર આયોજનને ખૂબ જ ગદગદ સ્વરે અને આનંદના આંસુઓ સાથે આનંદ માણ્યો હતો.