
બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલને ભારત અને રશિયાએ સાથે મળીને બનાવી છે. તેને જમીન, પાણી અને હવા કોઈ પણ જગ્યાથી લોન્ચ કરવામાં આવી શકે છે. આ મિસાઈલ પણ પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ છે. તેની રેન્જ 300થી 500 કિલોમીટર સુધી છે.

કે-9 બજ્ર હોવિત્ઝરની મારક ક્ષમતા ખુબ જ સારી છે. ફાયર બાદ તે પોતાની જગ્યા તરત જ બદલી દે છે. આ કારણે જ તે દુશ્મનની જવાબી કાર્યવાહીથી પણ બચી શકે છે. કે-9 વજ્રની મારકક્ષમતા 38 કિલોમીટર સુધી છે. કે-9 તોપના પ્રહારથી દુશ્મનનું બચવુ અસંભવ છે.