ભરથા માટે રિંગણ શેક્યા પછી ગેસ બર્નર થઇ ગયુ છે બ્લોક ? આ ટિપ્સથી બ્લોકેજ થશે દૂર
આજકાલ દરેક ઘરોમાં ગેસ પર જ ભોજન રાંધવામાં આવે છે. તેમાં પણ શિયાળામાં રિંગણનો ઓળો ખાવાનો લોકો શોખીન હોય છે. જો કે રિંગણનો ઓળો એટલે કે ભરથુ બનાવવા માટે ગેસ પર રિંગણ શેક્યા પછી ગેસ બર્નર બ્લોક થઇ જતુ હોય છે. જે પછી તેને સાફ કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ બની જતુ હોય છે. ત્યારે તમે કેટલીક સરળ ટિપ્સ અપનાવીને ગેસના બર્નરને સરળતાથી સાફ કરી શકો છો.
તમે ગેસ સાફ કરવા માટે ઇનો કે પછી સોડાનો ઉપયોગ કરી શકો છે. એક બાઉલમાં ગરમ પાણી લેવુ. તેમાં 1 પેકેટ ઇનો, 1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી લિક્વિડ ડિટર્જન્ટ નાખીને સારી રીતે મિક્સ કરો. આ સોલ્યુશનને ગેસ બર્નર પર લગાવી થોડી વાર રહેવા દો
5 / 5
10 મિનિટ પછી ગેસ બર્નરને દાંત સાફ કરવાના બ્રશથી ઘસો, જેથી તે સરળતાથી સાફ થઈ જશે. આ ઉપરાંત બર્નરમાં જમા થયેલી ગંદકી પણ દૂર થશે અને બર્નરના તમામ કાણાં પળવારમાં ખુલી જશે.