
સંબંધોમાં ગેસલાઈટિંગના આપણે ઉદાહરણોની વાત કરીએ તો. તું ખુબ ઓવરથિંક કરે છો.(જ્યારે સામેવાળો વ્યક્તિ પોતાની ભૂલ છુપાવે છે), આવું તો ક્યારેય થયું જ નથી, તું પાગલ થઈ ગઈ છે, આ બધી તારી કલ્પના છે. જ્યારે કોઈ પોતાના જુઠાણા છુપાવવા માટે તમને વારંવાર ખોટા સાબિત કરે છે.

ગેસલાઈટિંગની અસરથી વ્યક્તિ પોતાના પર શંકા કરવા લાગે છે. આત્મવિશ્વાસ પૂર્ણ થઈ જાય છે. ચિંતા (Anxiety) , ડિપ્રેશન અને ભાવનાત્મક કમજોરી આવી જાય છે.

ગેસલાઈટિંગના સંકેતોની આપણે વાત કરીએ તો, સંબંધોમાં સંપૂર્ણ રીતે નિર્ભર થઈ જવું કે, બીજો વ્યક્તિ શું કહેશે. હંમેશા પોતાની માફી માંગવી, જ્યારે તમારી ભૂલ ન હોય ત્યારે પણ. વારંવાર એવું લાગે કે, કદાચ હું ખોટો છું.તમારી લાગણીઓ અને યાદો પર વિશ્વાસ ન કરી શકવો.

એવું લાગે કે, હું ખુબ સેન્સેટિવ છું, આત્મવિશ્વાસ રહેતો નથી. ગેસલાઇટિંગ એ ભાવનાત્મક દુર્વ્યવહારનું એક ગંભીર સ્વરૂપ છે. જો કોઈ તમને વારંવાર એવું અનુભવ કરાવે છે કે તમારા વિચારો ખોટા છે, તમારી યાદો ખોટી છે, અથવા તમારી લાગણીઓ ખોટી છે, તો તમારે સતર્ક રહેવું જોઈએ. આવા સંબંધમાં રહેવું તમારા માનસિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.

દરેક કપલે પોતાના સંબંધની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓને સમજ્યા પછી જ રસ્તો પસંદ કરવો જોઈએ. સંબંધોમાં પ્રેમ, આદર અને વિશ્વાસ જરુરી છે (All Image Symbolic)