
લાલ ચંદનના લાકડાને એક પથ્થર પર ઘસવું અને તેના પર હળવું પાણી રેડવું. ઘસતી વખતે જે પ્રવાહી નીકળે છે તેને તમારી ત્વચા પર લગાવો. આ પેકને ત્વચા પર લગભગ 20 મિનિટ સુધી રહેવા દો.

આ પછી ચહેરાને સામાન્ય પાણીથી ધોઈ લો. હવે તમારી ત્વચા પર વેસેલિન જેલ લગાવો. હવે મસાજર વડે ત્વચાને મસાજ કરો. આવું અઠવાડિયામાં બે વાર કરો. આનાથી તમારા ચહેરા પરના ખીલ અને ડાઘ થોડા દિવસોમાં જ ઓછા થવા લાગશે.

લાલ ચંદનનો ઉપયોગ કરવા માટે એક બાઉલમાં 1 ચમચી લાલ ચંદન અને 1 ચમચી લીમડાનો પાવડર લો. આ પછી, તેમાં 1 ચમચી દહીં મિક્સ કરો અને ત્વચા પર આ પેકને 15 મિનિટ સુધી રહેવા દો. આ પછી ચહેરો પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં બે વાર આ પેકનો ઉપયોગ કરો

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે.