
એરટેલનો 99 રૂપિયાનો પ્લાન : એરટેલના રૂ. 99ના પ્લાનમાં, તમે તમારા સક્રિય રિચાર્જ પ્લાનમાં અમર્યાદિત ઇન્ટરનેટ ઍક્સેસ મેળવી શકો છો. તેની માન્યતા વિશે વાત કરીએ તો, તે તમને બે દિવસ સુધી ટકી શકે છે. તમે બે દિવસમાં ઓનલાઈન મૂવીઝ, સીરિઝ અને ગેમિંગનો આનંદ લઈ શકો છો. પ્લાન સાથે તમને દરરોજ 20GB ઇન્ટરનેટ ડેટા ઓફર કરવામાં આવે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે તમે તમારા સક્રિય પ્લાનની સાથે જ આ પ્લાનનો લાભ મેળવી શકો છો. આ પ્લાનમાં તમે 2 દિવસ માટે ડિઝની હોટસ્ટારનો આનંદ પણ લઈ શકો છો.

Viનો 99 રુપિયાનો પ્લાન : Vi કંપની તેના ગ્રાહકોને 99 રુપિયાનો પ્લાન ઓફર કરી રહ્યું છે જેમાં તમને 15 દિવસની વેલિડિટી સાથે રૂ. 99 નો ટોકટાઈમ ઓફર કરે છે. તે જ સમયે, રિચાર્જ પ્લાનમાં કુલ 200MB હાઇ-સ્પીડ ઇન્ટરનેટ ઉપલબ્ધ છે.