
તમને જણાવી દઈએ કે યોર્કશાયર કોટેજ યોર્કશાયર ડેલ્સ નેશનલ પાર્કની પહાડીઓની વચ્ચે સ્થિત છે, જે માન્ચેસ્ટરથી ઉત્તરમાં બે કલાકના અંતરે છે. તે હજુ પણ રેલવેની દેખરેખ હેઠળ છે. તમે અહીં પહોંચવા માટે માત્ર ક્વોડ બાઇકનો ઉપયોગ કરી શકશો. Image Source: Fisher Hopper

યુકેની રીઅલ-એસ્ટેટ ફર્મ ફિશર હોપરની યાદી અનુસાર, યોર્કશાયર કોટેજ એક્સેસ રોડથી આશરે 1.5 કિમી દૂર છે. વિશ્વ યુદ્ધ દરમિયાન અહીં ત્રણ ક્વાર્ટર બનાવવામાં આવ્યા હતા. તેમાંથી માત્ર એક જ બાકી છે. જો તમે પ્રકૃતિ પ્રેમી છો, તો તમને આ મિલકત ગમશે. Image Source: Fisher Hopper