
કાચી કેરીના સલાડની સામગ્રી અંગે વાત કરવાંમાં આવે તો - કાચી કેરી,ડુંગળી, ટીસ્પૂન લાલ મરચું, ફુદીનો, પામ સુગર, સોયા સોસ, ખજૂર, 2 ચમચી સંચળ તે પણ સ્વાદ અનુસાર.

કાચી કેરીનું સલાડ બનાવવા માટે કેરીને પાણીથી ધોઈ, છાલ કાઢીને બારીક છીણી લો અથવા તેના ટુકડા કરી લો. ડુંગળીને ચૉપિંગ કરી, એક બાઉલમાં કાચી કેરી અને ડુંગળી સાથે લાલ મરચું, ફુદીનો, ખજૂર અને સોયા સોસ મિક્સ કરો. તમે ઉપરથી સંચળ પણ સ્વાદ અનુસાર નાખી શકો છો.