
સત્સંગ અને સમાજ જીવનની ઉપયોગી વાતોના કારણે સભા વધુને વધુ સત્સંગીઓમાં લોકપ્રિય થઈ છે. અમૃત રવિસભાના યજમાનપદે અક્ષરવાસી નારાયણભાઈનો કચ્છી પરિવાર નડિયાદમાં ઉપસ્થિત રહ્યા હતા.

સભામાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે સભાના આયોજક શ્યામ સ્વામી અને યુવકોને હૃદયથી આશીર્વાદ પાઠવ્યા હતા. ઘરસભાના પ્રસિદ્ધ વક્તા નિત્યસ્વરૂપ સ્વામીએ વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ પૂર્વ સંધ્યાએ વડતાલની સેવા પ્રવૃત્તિને બિરદાવતા કહ્યું હતું કે, ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વજીવ હિતાવહ ના સંદેશને આ પ્રસંગે લઈ વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા ઉનાળાની ધોમ ધખતી ગરમીમાં ઉઘાડા પગે રોડ પર ફરતા દરિદ્ર નારાયણને 31 હજાર ચંપલનું વિતરણ કરાશે.