Rathyatra 2023 : ભગવાન જગન્નાથનો રથ ખેંચવાથી જન્મ મરણના ચક્રમાંથી મળે છે મુક્તિ, જાણો ભગવાનનો રથ ખેંચવા પાછળ શું રહેલી છે ધાર્મિક માન્યતાઓ

|

Jun 19, 2023 | 6:30 PM

Rathyatra 2023: ઓડિસામા આવેલા જગન્નાથ પુરીમાં ભગવાન જગન્નાથજીની સૌથી મોટી રથયાત્રા નીકળે છે. દર અષાઢી બીજના દિવસે ભગવાન ખુદ તેમના ભાવિ ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકલે છે ત્યારે ભગવાનનો આ રથ ખેંચવાને લઈને પણ અનેક ધાર્મિક માન્યતાઓ રહેલી છે.

1 / 6
અષાઢી બીજે પુરીમાં ભગવાન જગન્નાથજીની સૌથી મોટી રથયાત્રા નીકળે છે. અહીં એવા ધાર્મિક માન્યત છે કે જે કોઈ વ્યક્તિ ભગવાનનો રથ ખેંચે છે તેમને જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળી જાય છે. તેમને ફરીથી જન્મ નથી લેવો પડતો. તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

2 / 6
20 જુનને અષાઢી બીજે જગન્નાથ પુરીમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ રથયાત્રામાં લાખો લોકો જોડાય છે.  જગતના નાથના વધામણા કરવા લોકો હિલોળે ચડે છે અને ખુદ ભગવાન જ્યારે તેમને દર્શન આપવા માટે તેમના આંગણે આવતા હોય ત્યારે સ્વાભાવિક છે ભક્તોની ખુશી બેવડાઈ જ જાય.

3 / 6
ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન રથને ખેંચવા માટે લોકો પડાપડી કરે છે. ઓડિસામાં પુરીમાં આવેલા જગન્નાથ મંદિરેથી દેશની સૌથી મોટી રથયાત્રા નીકળે છે. જેમા આ રથયાત્રા વિશે એવી માન્યતા છે કે જે ભગવાનનો રથ ખેંચે છે તેમના જનમ જનમના પાપમાંથી મુક્તિ મળે છે.

4 / 6
રથયાત્રા દરમિયાન ખુદ જગતના નાથ લોકોને દર્શન આપવા માટે નીકળે છે. ભગવાન જ્યારે સામે ચાલીને ભક્તો પાસે આવતા હોય ત્યારે દરેક લોકોની એવી મનોકામના હોય છે કે તેમને રથને દોરવાનુ સૌભાગ્ય મળે તો જીવન ધન્ય થઈ જાય.

5 / 6
પુરીમાં દર વર્ષે લાખો લોકો આ રથયાત્રામાં જોડાય છે અને અચુક એકવાર ભગવાનનો રથ ખેંચવાનો લ્હાવો મળે તેવો પ્રયાસ કરે છે. પુરાણોમાં પણ ભગવાનનો રથ ખેંચવાથી 100 જન્મોના પાપમાંથી મુક્તિ મળતી હોવાનો ઉલ્લેખ છે.

6 / 6
હિંદુ માન્યતા અનુસાર જે કોઈપણ વ્યક્તિ જગતના નાથની આ રથયાત્રામાં સામેલ લઈ રથને ખેંચે છે તેમને 100 યજ્ઞ કરવા જેટલુ પુણ્ય પ્રાપ્ત થાય છે. પુરાણોમાં રથયાત્રાનું પણ અનેરુ મહત્વ વર્ણવવામાં આવ્યુ છે. ખાસ કરીને આ સમયે ભગવાનની પૂજા અર્ચના કરવાનુ પણ ખાસ મહત્વ છે.

Next Photo Gallery