
અમદાવાદમાં ભગવાન જગન્નાથ મંદિરની 146મી રથયાત્રા માટે અમદાવાદના યજમાન એવા ઘનશ્યામ પટેલ (શાયોના ગ્રુપ ધર્માત્મા કુટીર) દ્વારા મામેરુ કરવામાં આવશે.

આ મામેરાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે જેમાં ભગવાન માટે વાઘા આભૂષણો અને માતાજી માટે સુંદર શૃંગાર આભૂષણ વગેરે બનાવવામાં આવ્યા છે.

ભગવાન જગન્નાથ માટે સુંદર શોભે તેવા નાના હાર અને કડુ જે સ્પેશિયલ દુબઈથી બનાવી અને મંગાવવામાં આવ્યા છે. જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

ભગવાનના વાઘા એ પણ ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યા છે અને ભગવાનના મુગટ પણ મામેરાની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે.

આ વખતની ભગવાન જગન્નાથની રથ યાત્રામાં યજમાન દ્વારા ખૂબ જ સુંદર ભગવાનના મામેરાની તૈયારી કરવામાં આવી છે.