
રથયાત્રા પૂર્વે મામેરા ના યજમાનના ઘરે તૈયારીઓ કરવામાં આવી રહી છે. શાયોના ગ્રુપના ઘનશ્યામભાઈ પટેલ મામેરાના આ વખતના યજમાન છે. જેમને 10 વર્ષની રાહ જોયા પછી મામેરુ કરવાનો અવસર મળ્યો છે.

ડ્રોમાં આ વખતે ભગવાનનું મામેરુ કરવાની ઘનશ્યામભાઈ પટેલને તક મળી છે. કુલ 3700 સાળી એક જ રંગ અને એક જ ડિઝાઇનની તૈયાર કરવામાં આવી છે જોકે ભાઈઓ માટે 700 કુર્તા એક જ રંગ અને એક જ ડિઝાઇનના તૈયાર કરાવવા માં આવ્યા છે.

700 સાડી મંડળની બહેનો એક જ રંગની પહેરશે. મહત્વનુ છે કે 3000 સાડી પ્રસાદ સ્વરૂપે આપવામાં આવશે. 10 હજાર જગન્નાથ ભગવાનના મંત્ર સાથેના કાર્ડ વિતરણ કરાશે.

15 હાથી અને ઘોડા અને ઊંટગાડી સહિત શોભા યાત્રા કાઢવામાં આવશે. જેમાં યાત્રામાં ભગવાનને રથમાં બિરાજમાન કરી સમગ્ર નજરમાં યાત્રા કઢાશે.

મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે તેવું ભવ્યથી અતિભવ્ય મામેરુ તૈયાર કરવામાં આવશે. ભગવાનના વાઘા અને ઘરેણા વિશેષ ડિઝાઇનર પાસે તૈયાર કરવામાં આવશે. ઘનશ્યામભાઈ પટેલ નો સમગ્ર પરિવાર તૈયારીઓમાં જોતરાયો છે.