TV9 GUJARATI | Edited By: Mamta Gadhvi
Dec 27, 2021 | 1:36 PM
ભોજપુરી ક્વીન રાની ચેટર્જી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ફેન્સ માટે તેની તસવીરો શેર કરતી રહે છે.
આ દિવસોમાં રાની તેના આગામી પ્રોજેક્ટ્સમાં ખૂબ જ વ્યસ્ત છે. તે ચાહકોને તેના પ્રોજેક્ટ્સ વિશે પણ સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપતી રહે છે.
હાલ રાનીએ બ્લુ શોર્ટ ડ્રેસમાં કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. સાથે જ તે અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે.
ચાહકોને ભોજપૂર ક્વીનનો આ મસ્તીભર્યો અંદાજ ખુબ જ પસંદ આવી રહ્યો છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રાની આ દિવસોમાં તેની આગામી વેબ સિરીઝનું શૂટિંગ કરી રહી છે. આ સિવાય તે ભોજપૂરી 'ભાભી મા'ફિલ્મમાં પણ જોવા મળશે.