
આલિયા એ દિવસોમાં રણબીર કપૂર સાથે ફિલ્મ 'સાવરિયા'માં પણ જોવા મળી હતી. આવી સ્થિતિમાં આલિયા ભટ્ટે કોફી વિથ કરણ શોમાં રણબીર વિશે પોતાના દિલની વાત કરી હતી, તે સમયે અભિનેત્રીએ તેની પહેલી ફિલ્મ 'સ્ટુડન્ટ ઑફ ધ યર' કરી રહી હતી. તેણે તે સમયે સ્પષ્ટ કર્યું હતું કે તે રણબીરને પસંદ કરે છે. આ પછી 2017માં રણબીર અને આલિયાને સાથે કામ કરવાની તક મળી. બંને અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના શૂટિંગ દરમિયાન નજીક આવ્યા હતા. અહીં રણબીર સાથે કામ કરીને આલિયાની ઈચ્છા પૂરી થઈ રહી હતી. તો બીજી તરફ રણબીર પણ આલિયાને પસંદ કરવા લાગ્યો હતો.

અભિનેત્રી સોનમ કપૂરના લગ્નમાં રણબીર આલિયા એકબીજાની નજીક જોવા મળ્યો હતા.જે બાદથી જ બંને વચ્ચે અફેરની ચર્ચા શરૂ થઇ હતી. જોકે રણબીર અને આલિયાએ ક્યારેય તેમના સંબંધો વિશે કંઈપણ જાહેર કર્યું નથી.

જો કે ક્યારેક ઈવેન્ટ્સમાં તો ક્યારેક એવોર્ડ ફંક્શનમાં રણબીર આલિયાની વાત કરતો જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, નીતુ અને ઋષિ કપૂર પણ રણબીરના સંબંધોથી ખુશ હતા.