
અયોધ્યા રામ મંદિર, ઉત્તરપ્રદેશ - આ મંદિર ભગવાન રામના જન્મસ્થળ તરીકે ઓળખાય છે. રામનું જન્મસ્થળ અયોધ્યા ઉત્તર પ્રદેશમાં સરયુ નદીના જમણા કિનારે આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર શ્રી રામનો જન્મ થયો હતો. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે.

રઘુનાથ મંદિર, જમ્મુ - આ મંદિર ઉત્તર ભારતના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે. આ મંદિર જમ્મુની મધ્યમાં આવેલું છે. રઘુનાથ મંદિર ભગવાન રામને સમર્પિત છે. આ મંદિરમાં ભક્તો 33 કરોડ દેવી-દેવતાઓના દર્શન પણ કરી શકે છે. રઘુનાથ મંદિર પરિસરમાં 7 અન્ય મંદિરો પણ છે. આ મંદિર ખૂબ જ સુંદર છે.