
મમતા ગોયલ કહે છે કે, પાંદડા પર આર્ટવર્ક બનાવવું સરળ નથી. અત્યાર સુધી મેં રામાયણમાં હનુમાનજી, રામ દરબાર, રામ-સીતા, રામ, જયશ્રી રામ, રાવણ વધ, શબરી કથા, રામ મંદિર સાથે જોડાયેલી ઘટનાઓ પાંદડા પર કોતરેલી છે.

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને વિનંતી કરીને રામ મંદિર પરિસરમાં લીફ આર્ટનો પ્રદર્શિત કરવાનો તેમનો વિચાર છે. મમતા ગોયલે કહ્યું કે પાન પર વાસ્તવિક ચિત્ર અથવા કોતરણી એ ખૂબ મુશ્કેલ કામ છે.

મમતાએ કહ્યું કે અત્યાર સુધી મેં તુલસીના પાન, ગુલાબના પાન, વડના પાન, બેલના પાન, મની પ્લાન્ટ સહિત અનેક પાંદડાઓ પર ચિત્રો બનાવ્યા છે. મમતા ગોયલનું કહેવું છે કે 22 જાન્યુઆરીએ ઓનલાઈન રામકથા આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સિવાય કેદારનાથ, ગણેશની લીફ પેઈન્ટીંગ બનાવવામાં 8થી 10 કલાક અથવા તો ક્યારેક તેનાથી પણ વધુ સમય લાગે છે. સામાન્ય ચિત્ર બનાવવું સરળ છે. પરંતુ પાંદડા પર ચિત્ર દોરવું ખૂબ મુશ્કેલ છે. વ્યક્તિએ ખૂબ જ ઝીણવટપૂર્વક કામ કરવું પડે છે.