
આ વખતે માર્કેટમાં રાખડીનો આખો કોમ્બો પણ જોવા મળી રહ્યો છે.જેમ કે અટ્રેક્ટીવ બોક્સમાં ચાંદીની રાખડી, ભાઈનું મોંઢુ મીઠુ કરાવવા માટે ચોકલેટ અને કંકુ-ચોખા.એટલે આ પ્રકારની રાખડીના અત્યારે માર્કેટમાં ટ્રન્ડિંગમાં જોવા મળી રહી છે.

હાલ રાજકોટના માર્કેટમાં અત્યારે ચાંદીની રાખડી તમને 100 રૂપિયાથી લઈને 1500-2000 રૂપિયા સુધીની રાખડી મળી રહી છે.જ્યારે સોનાની રાખડી 3000 રૂપિયાથી લઈને 15000 હજાર રૂપિયા સુધીની મળી રહી છે.એમાં પણ રાજકોટના જ્વેલર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ રાખડીઓનો ઉપયોગ હાથમાં પહેરવાના બ્રેસલેટ તરીકે પણ થાય છે.

રાખડી ખરીદવાની સાથે સાથે ઇન્વેસ્ટમેન્ટ પણ થઈ જાય છે. જેથી બહેનો અત્યારે રેગ્યુલર રાખડી કરતા ભાઈ માટે સિલ્વર રાખડી ખરીદવાનું વધારે પસંદ કરી રહી છે
Published On - 11:35 am, Fri, 25 August 23