
રાજકોટમાં 2000 પરિવાર આ વ્યવસાય સાથે સંકળાયેલ છે. તરુણ ભાઈએ કહ્યું કે, વંશપરંપરાગત અમારો આ બિઝનેસ ચાલી રહ્યો છે. 10,000 રૂપિયાની કિંમતનું સામાન્ય પટોળું 15 થી 20 દિવસમાં તૈયાર થઈ જાય છે. 2.5 થી 3 લાખ રૂપિયા સુધીનું પટોળુ તૈયાર થવામાં નવ મહિનાથી લઈને દોઢ વર્ષ જેટલો સમય લાગે છે.

રાજકોટ જિલ્લાની સિંગલ ઈકત વણાટ કળા વર્ષો જૂની હાથશાળની કળા છે. રાજકોટના પટોળાની કિંમતની વાત કરવામાં આવે તો અહિંયા પટોળા 10,000 રૂપિયાથી લઈને 3 લાખ રૂપિયા સુધીના મળે છે.

પટોળાની સાથે અલગ અલગ ડિઝાઈનના પટોળાના પર્સ સહિત અનેક વસ્તુઓ મળે છે. એક સાડી બનાવવામાં આશરે 650 ગ્રામ જેટલુ રેશમ વાપરવામાં આવે છે. આ પટોળા માટે ખાસ યાન બેંગલુરુથી મંગાવવામાં આવે છે. આ કામમાં મશીનનો ઉપયોગ થતો નથી.
Published On - 4:50 pm, Mon, 30 October 23