
હિમાચલ પ્રદેશમાં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદે તબાહી મચાવી છે. આ દરમિયાન ભૂસ્ખલન અને વૃક્ષો પડવાના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હતા.

મંડીમાં વાદળ ફાટવાને કારણે ઘણું નુકસાન થયું છે. રાજ્યના 452 રસ્તાઓ વાહનોની અવરજવર માટે બંધ થઈ ગયા છે. આ સાથે ડઝનેક ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.

રવિવારે રાજ્યભરમાં 7 નેશનલ હાઈવે બંધ રહ્યા હતા. જોકે મોડી સાંજ સુધી બે NH પર વાહનવ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે રાજ્યમાં ચોમાસાની આ સિઝનમાં 24 જૂનથી 13 ઓગસ્ટ સુધીમાં 257 લોકોના મોત થયા છે. તે જ સમયે 290 લોકો ઘાયલ થયા છે.

ચોમાસામાં રાજ્યને અત્યાર સુધીમાં રૂ. 7020 કરોડથી વધુનું નુકસાન થયું છે. રાજ્યમાં ભૂસ્ખલન અને પૂરની 90 ઘટનાઓ સામે આવી છે.
Published On - 5:56 pm, Mon, 14 August 23