
અમદાવાદ શહેરમાં અડધા કલાક વરસેલા ધોધમાર વરસાદમાં જ તંત્રની પોલ ખૂલી હતી અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકોને પારાવાર હાલાકી સહન કરવાનો વારો આવ્યો હતો.

કરા સાથે વરસાદને કારણે બાળકોમાં પણ કુતુહલ સર્જાયુ હતુ. બાળકો સહિત મોટેરાઓ પણ કરાની મજા માણતા જોવા મળ્યા હતા.