અમદાવાદમાં વરસાદની જમાવટ, 50 જગ્યાએ વૃક્ષો ધરાશાયી
Rain in Ahmedabad : અમદાવાદમાં મોડી સાંજે અચનાક હવામાનના પલટો આવ્યો છે. આજે વીજળીના કડાકા ભડાકા અને જોરદાર પવન સાથે અમદાવાદમાં વરસાદ પડયો હતો. આ વરસાદને કારણે અમદાવાદ ધનધોળાયુ હતુ.
1 / 5
અમદાવાદમાં મોડી સાંજે અચનાક હવામાનમાં પલટો આવ્યો હતો. આજે વીજળીના કડાકા ભડાકા અને જોરદાર પવન સાથે અમદાવાદમાં વરસાદ પડયો હતો. અનેક જગ્યાએ વૃક્ષ 50 જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા.
2 / 5
અમદાવાદના જીવરાજ પાર્ક , મેમનગર સહિતના વિસ્તારમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. ભારે વરસાદ સાથે વરસાદને કારણે અનેક જગ્યાએ ટ્રાફિકજામ સર્જાયો હતો. શહેરમાં એક વિસ્તારમાં ટ્રાફિક બુથ ઊખડી ગયુ હતુ.
3 / 5
શહેરના એસજી હાઈવે પ્રહલાદનગર ઓનેસ્ટ પાસે, જજીસ બંગલો પાસે અને બોડકદેવ સારથી રેસ્ટોરન્ટ તરફ ઝાડ પડવાની ઘટના બની હતી.
4 / 5
ટ્રાફિક પોલીસ દ્વારા અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામ હટાવી ફરીથી રસ્તો શરૂ કરાવાયો હતો,
જેસીબી મશીન દ્વારા વૃક્ષોને રસ્તા પરથી દૂર કરવામાં આવ્યા હતા.
5 / 5
શહેરમાં ભારે પવનના કારણે 50 જગ્યાએ ઝાડ પડવાના બનાવો સામે આવ્યા હતા, શહેરની ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ઝાડ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.
Published On - 10:55 pm, Sun, 26 June 22