
રેલવેએ જણાવ્યું કે, બિલાસપુર જોનથી ચાલનારી ટ્રેનમાં છેલ્લા 4 મહિનામાં અત્યારસુધીમાં અંદાજે 55 લાખ રુપિયાનું નુકસાન થયું છે. મીડિયા રિપોર્ટ મુજબ છેલ્લા ચાર મહિનામાં અંદાજે 55 લાખ 97 હજાર 406 રુપિયાની ચોરી થઈ છે.(Photo credit : erail.in )

રેલવે દ્વારા મુસાફરોને અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. રેલવેમાં દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે, પરંતુ હવે રેલવે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો પરેશાન છે. રેલ્વે એસી કોચમાં મુસાફરી કરતા મુસાફરોને બેડશીટ, ટુવાલની સુવિધા આપે છે, પરંતુ આજકાલ મુસાફરો આ રેલ્વે સામાન પણ પોતાની સાથે ઘરે લઈ જાય છે. રેલવેએ હવેથી નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. રેલવેએ કહ્યું છે કે હવેથી જો કોઈ મુસાફર કોઈ સામાન ચોરી કરશે તો તેને સજા કરવામાં આવશે. (Photo credit :onmanorama.com)

રેલવે જાણકારી આપતા કહ્યું કે. આવી રીતે સામાનની ચોરી કરવી કાયદાને રીતે ગુનો છે. રેલવે પ્રોપટી એક્ટ 1966 હેઠળ ચોરી કરનાર મુસાફરો પર કાર્યવાહી કરવામાં આવશે. જેમાં પ્રવાસીઓ પર દંડની સાથે સજા પણ મળશે. જેમાં તમને અંદાજે 5 વર્ષની જેલની જોગવાઈ છે અને રેલવે દ્વારા દંડ પણ વસૂલવામાં આવે છે.