
ફર્સ્ટ એસીમાં શું અલગ છે? - ફર્સ્ટ એસીની ખાસ વાત એ છે કે તેમાં એક બાજુની સીટ નથી હોતી, તે બીજા કોચમાં હોય છે. આમાં અલગ-અલગ કેબિન બનાવવામાં આવી છે અને આ કેબિનમાં સ્લાઈડિંગ ડોર છે. એક કેબિનમાં 2 સીટ હોય છે અને કેટલીક ચાર સીટર કેબિન પણ હોય છે.

ફર્સ્ટ એસીની ખાસ ઓળખ માત્ર પ્રાઈવસી અને સ્પેસના કારણે છે. જો તમે બે લોકો છો તો તમે કેબિનનો ઉપયોગ રૂમ તરીકે કરી શકો છો અને તેનો ગેટ પણ અંદરથી બંધ કરી શકાય છે.