
આ પહેલા રાહુલ ગાંધીએ મંગળવારે સવારે અંબાલા કેન્ટના શાહપુરથી પદયાત્રાનો આરંભ કર્યો. આ દરમિયાન પૂર્વ સાંસદ અને કોંગ્રેસ નેતા રાજ બબ્બર પણ યાત્રામાં સામેલ થયા.

જયરામ રમેશે વધુમાં જણાવ્યું કે આજે બપોરે ભારત જોડો યાત્રા યોજાશ નહીં, અમે પંજાબ આવીશું અને સરહિંદમાં રાત્રે આરામ કરાશે. બુધવાર સવારે યાત્રા સંબંધી ધ્વજ હરિયાણા પ્રદેશ કોંગ્રેસ દ્વારા પાર્ટીના પંજાબ એકમને સોંપવામાં આવશે. ત્યારબાદ અમે પંજાબમાં પદયાત્રાની શરૂઆત કરીશું.