ખાંડ છોડ્યા પછી પણ બ્લડ શુગર કંટ્રોલમાં નથી આવતું? ડાયાબિટીસનું સાચું કારણ જાણીને ચોંકી જશો

ઘણા લોકો માને છે કે માત્ર ખાંડ અને મીઠાઈ ખાવાથી જ ડાયાબિટીસ થાય છે અને ખાંડ છોડતા જ બ્લડ શુગર કંટ્રોલ થઈ જાય છે. પરંતુ નિષ્ણાતોના જણાવ્યા મુજબ ડાયાબિટીસ પાછળ માત્ર ખાંડ નહીં, પરંતુ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, મોટાપો, તણાવ, ઓછી ઊંઘ અને શારીરિક નિષ્ક્રિયતા જેવા અનેક કારણો જવાબદાર હોય છે. જાણો બ્લડ શુગર નિયંત્રણમાં રાખવાનો સાચો રસ્તો.

| Updated on: Jun 24, 2026 | 9:35 PM
1 / 8
ખાંડ અને મીઠાઈ ડાયાબિટીસનું એકમાત્ર કારણ છે અને ખાંડ છોડી દેવાથી બ્લડ શુગર સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી જાય છે એવી માન્યતા આજે પણ ઘણા લોકોમાં જોવા મળે છે. જોકે આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ ધારણા સંપૂર્ણપણે સાચી નથી. ટાઇપ-2 ડાયાબિટીસ એક જટિલ મેટાબોલિક બીમારી છે, જેમાં માત્ર ખાંડ નહીં પરંતુ અનેક પરિબળો મહત્વની ભૂમિકા ભજવે છે.

2 / 8
નિષ્ણાતોના જણાવ્યા મુજબ ટાઇપ-2 ડાયાબિટીસનું મુખ્ય કારણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે. ઇન્સ્યુલિન એ પેન્ક્રિયાસ દ્વારા ઉત્પન્ન થતો હોર્મોન છે, જે લોહીમાં રહેલા ગ્લુકોઝને કોષો સુધી પહોંચાડે છે જેથી શરીર તેનો ઊર્જા તરીકે ઉપયોગ કરી શકે. જ્યારે શરીરની કોષો ઇન્સ્યુલિન પ્રત્યે ઓછી સંવેદનશીલ બની જાય છે ત્યારે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સની સ્થિતિ સર્જાય છે. પરિણામે લોહીમાં શુગરનું પ્રમાણ વધવા લાગે છે અને લાંબા ગાળે ડાયાબિટીસનું જોખમ વધી જાય છે.

3 / 8
મોટાપો, ખાસ કરીને પેટની આસપાસ જમા થતી ચરબી, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારવાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. અનેક સંશોધનોમાં જાણવા મળ્યું છે કે વજન ઘટાડવાથી ડાયાબિટીસનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.

4 / 8
નિયમિત વ્યાયામનો અભાવ પણ ડાયાબિટીસ માટે જવાબદાર બની શકે છે. શારીરિક પ્રવૃત્તિ ઓછી હોવાથી શરીરની ગ્લુકોઝનો ઉપયોગ કરવાની ક્ષમતા ઘટે છે, જે બ્લડ શુગરના સ્તરને અસર કરી શકે છે.

5 / 8
આ ઉપરાંત, જો પરિવારના સભ્યોમાં માતા-પિતા, દાદા-દાદી અથવા નાણા-નાનીને ડાયાબિટીસ હોય તો આનુવંશિક કારણોસર અન્ય સભ્યોમાં પણ આ બીમારીનું જોખમ વધી શકે છે.

6 / 8
સતત તણાવ અને પૂરતી ઊંઘનો અભાવ પણ બ્લડ શુગર વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ હોર્મોનલ અસંતુલનના કારણે શરીરની શુગર નિયંત્રણ કરવાની ક્ષમતા પર અસર પડી શકે છે.

7 / 8
ડાયાબિટીસને નિયંત્રિત રાખવા માટે માત્ર ખાંડથી દૂર રહેવું પૂરતું નથી. વ્હાઇટ બ્રેડ, મૈદાથી બનેલી વસ્તુઓ, પ્રોસેસ્ડ ફૂડ, કેક, પેસ્ટ્રી, પેટીસ, વધુ મીઠું અને શક્કરવાળા પીણાંથી પણ અંતર રાખવું જરૂરી છે.

8 / 8
નિષ્ણાતો કહે છે કે સંતુલિત આહાર, નિયમિત કસરત, યોગ્ય વજન જાળવવું, પૂરતી ઊંઘ લેવી અને ડૉક્ટરની સલાહ મુજબ સારવાર લેવી ડાયાબિટીસ મેનેજમેન્ટના સૌથી અસરકારક ઉપાયો છે. યોગ્ય જીવનશૈલી અપનાવવાથી બ્લડ શુગરને નિયંત્રણમાં રાખી શકાય છે અને ડાયાબિટીસથી થતી ગંભીર જટિલતાઓનું જોખમ પણ ઘટાડી શકાય છે.

Follow Us