
રામાનંદ સાગરની રામાયણ સિરિયલ પણ સૌથી વધુ જોવાનો રેકોર્ડ ધરાવે છે.

લોકડાઉન દરમિયાન પાછી રામાયણ સિરિયલનું પુનઃપ્રસારણ, રામ મંદિરનું નિર્માણ અને કોરોના વાયરસનાં કારણે લોકડાઉન દરમિયાન લોકો ધાર્મિક અને આધ્યાત્મિક જીવન બાબતે વધું જાગૃત થયાં.

દ્વિતીય નંબર પર વંચાયેલી શ્રીમદ ભગવત ગીતા મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણ મુખે કહેવાયેલી અને વેદવ્યાસ દ્વારા લખવામાં આવેલી છે.

જેને જ્ઞાનનો ભંડાર ગણવામાં આવેલ છે. હિંદુ ધર્મનાં પાયાના ગ્રંથોમાં રામાયણ અને ગીતાનું સ્થાન શાશ્વત છે.