
3 ઑક્ટોબર 2022ના રોજ તે તેની કારકિર્દીના સર્વશ્રેષ્ઠ ડબલ્સ રેન્કિંગમાં નંબર 1 પર પહોંચ્યો હતો અને ATP ટૂરમાં 23 ડબલ્સ ટાઇટલ જીત્યા હતા, જેમાં માસ્ટર્સ 1000 લેવલના ચાર ટાઇટલનો સમાવેશ થાય છે.

2007માં રાજીવ રામે પાંચ ડબલ્સ ચેલેન્જર ટાઇટલ જીત્યા, ત્યારબાદ વર્ષ 2009માં ભારતમાં તેનું પ્રથમ ATP ડબલ્સ ટાઇટલ જીત્યું હતું.

રાજીવ રામ પ્રોફેશનલ ટેનિસ રમે છે અને ડબલ્સમાં એક્સપર્ટ ખેલાડી ગણાય છે. તે કુલ પાંચ ગ્રાન્ડ સ્લેમ ડબલ્સ ટાઇટલ જીતી ચૂક્યો છે.

રાજીવ રામ હાલ 39 વર્ષનો છે અને પ્રોફેશનલ ટેનિસમાં ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં રમી તેણે કરોડો રૂપિયાની કમાણી પણ કરી છે.

રાજીવ રામ 125 ઓલ ટાઈમ કમાણી કરનાર ટેનિસ ખેલાડીઓમાં છે સામેલ અને આ લિસ્ટમાં 121માં ક્રમે છે.

રાજીવ રામે ટેનિસમાં પ્રાઇઝ મની US$8,096,675 જીત્યા છે, જેની ભારતીય કિમત 66 કરોડથી પણ વધુ થાય છે.

ટેનિસમાં ડબલ્સ કેટેગરીમાં મિક્સ અને મેન્સ ડબલ્સમાં ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન રાજીવ રામ હજી 39 વર્ષની ઉમરે પણ ટેનિસ રમે છે અને ગ્રાન્ડસ્લેમમાં ભાગ લઈ સતત સારું પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરે છે.
Published On - 6:39 pm, Fri, 21 July 23