
કાશ્મીર ફાઇલ્સ 11 માર્ચે રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. શૂટિંગના છેલ્લા દિવસે વિવેક અને તેની પત્ની પલ્લવી જોશી વિરુદ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યો હતો. આ અંગેની માહિતી પલ્લવીએ આપી હતી.

પૃથ્વીરાજ પ્રખ્યાત ઉદ્યોગપતિ ઉલ્હાસરાવ દેશમુખના પૌત્ર છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન પૃથ્વીરાજની માતા પ્રાચી પણ તેમની સાથે કાશ્મીરમાં રહેતી હતી. આ ફિલ્મનું શૂટિંગ કાશ્મીરમાં કડક સુરક્ષા હેઠળ પૂર્ણ થયું હતું

1990માં નરસંહારનો ભોગ બનેલા કાશ્મીરી પંડિતોની હૃદયદ્રાવક વાર્તા ધ કાશ્મીર ફાઇલ્સમાં બતાવવામાં આવી છે. કાશ્મીર ખીણમાં લાખો હિંદુઓએ પોતાનું ઘર છોડવું પડ્યું હતુ.