સુરત પહોંચ્યા વડાપ્રધાન મોદી, એરપોર્ટ પર CM ભૂપેન્દ્ર પટેલ અને સી. આર.પાટીલ દ્વારા કરાયુ સ્વાગત,જુઓ PHOTOS

|

Sep 29, 2022 | 11:26 AM

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાતને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે એવા સમયે પીએમ મોદીના ગુજરાત પ્રવાસને મહત્વનો માનવામાં આવે છે.

1 / 5
PM મોદી સુરત એરપોર્ટ પર પહોંચ્યા છે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ.

2 / 5
ગુજરાત વિધાનસભા ચૂંટણીનુ રણશિંગુ ફૂંકાઈ ગયુ છે,ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ એડી ચોટીનુ જાર લગાવી રહી છે.આ બધાની વચ્ચે વડાપ્રધાન મોદીની આ મુલાકાત મહત્વની ગણવામાં આવી રહી છે.

3 / 5
હાલ સુરતમાં વડાપ્રધાન મોદીનો 3 કિ.મી રૂટમાં રોડ-શો ચાલી રહ્યો છે, થોડી વારમાં તેઓ જનસભાને સંબોધન કરશે.

4 / 5
સુરતમાં 22 પ્રોજકટનું તેઓ લોકાર્પણ કરશે. વોટર સપ્લાય, ડ્રેનેજ નેટવર્ક, રોડ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, સ્મશાનભૂમિ, સિટી બસ ડેપો, 25 લોકેશન પર ઇ-ચાર્જિંગ સ્ટેશન અને સાયન્સ સેન્ટરમાં ખોજ મ્યુઝિયમ ખુલ્લું મુકશે.આ પ્રોજેક્ટો પાછળ પાલિકાને 1247 કરોડનો ખર્ચ થયો છે.

5 / 5
ઉપરાંત ખજોદમાં ડ્રીમ સિટી ખાતે આધુનિક સુવિધા તેમજ CCTV મોનીટરિંગ સિસ્ટમ સહિતની સુવિધા લોકો માટે ખુલ્લી મુકાશે. આ સાથે જ 103 કરોડના ખર્ચે નવા રોડ, વોટર, સુએઝ, ટર્સરી ટ્રીટમેન્ટ સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ લોકાર્પણ કરાશે. જ્યારે મગોબ, ડુંભાલ અને પરવત ખાતે 24 કલાક પાણી સપ્લાય કરવા 144 કરોડના ખર્ચે બનેલા પ્લાન્ટનું લોકાર્પણ કરાશે. કોસાડમાં 81 કરોડના ખર્ચે 212 MLDનો પ્લાન્ટ પણ કાર્યરત થશે.​​​​​​​લિંબાયતમાં 19.17 કરોડના ખર્ચે બનેલા અધ્યતન સ્મશાનને પણ ખુલ્લુ મુકાશે.

Published On - 11:24 am, Thu, 29 September 22

Next Photo Gallery