PM Modi Gujarat Visit: વડોદરામાં વડાપ્રધાન મોદીની ભવ્ય રેલીમાં જોડાયા લાખો લોકો, જુઓ Photos

|

Jun 18, 2022 | 7:34 PM

Narendra Modi Gujarat Visit : આજે ગુજરાત મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીએ વડોદરામાં 21 હજાર કરોડના વિકાસકાર્યોનું કર્યુ લોકાર્પણ. આ લોકાર્પણ કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં લોકો જોડાયા હતા. જુઓ આ ભવ્ય કાર્યક્રમના ફોટોઝ.

1 / 6
આજે વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી 21 હજાર કરોડથી વધુ કિંમતના પાણી પુરવઠા, જળ શુદ્ધિકરણ અને ગટર વ્યવસ્થા,આવાસ સુવિધાઓ, ઊર્જાને લગતા બહુ આયામી વિકાસ પ્રોજેક્ટોનુ લોકાર્પણ કરવા માટે હાજરી આપી હતી. કાર્યક્રમ સ્થળ પર જતા પહેલા હજારો લોકો રસ્તાઓ પર તેમની એક ઝલક મેળવવા ઉભા હતા.

2 / 6
વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે PM મોદીનું આગમન થતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. CM ભૂપેન્દ્ર પટેલ અને સી. આર.પાટીલ દ્વારા PM નું સ્વાગત કરવામાં આવ્યુ.તેમજ મંત્રીઓ, ધારાસભ્યો અને વડોદરાના મેયર કેયૂર રોકડિયા દ્વારા વડાપ્રધાન મોદીને સ્મૃતિચિહ્ન આપીને સ્વાગત કરાયુ.

3 / 6
‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ ના લોકાપર્ણ કાર્યક્રમ સમયે  PM મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. CM ભૂપેન્દ્ર પટેલ અને સી. આર.પાટીલ પણ  PM મોદી સાથે એક ગાડીમાં આવ્યા હતા.

4 / 6
PM મોદીની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તેમનું આગમન થતાં જ કાર્યક્રમમાં ખુશી અને ઉત્સાહ છલકાઈ ગયો હતો. લોકો પોતાના કેમેરામાં તે ક્ષણ કેદ કરતા જોવા મળ્યા.

5 / 6
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં સંબોધનમાં જણાવ્યુ કે આજનો દિવસ મારા માટે માતૃ વંદનાનો દિવસ છે. તેમણે કહ્યું કે આજે વિરાટ માતૃ શક્તિના દર્શન થયા છે. વડાપ્રધાને લોકાર્પણ કરેલા 21 હજાર કરોડના વિકાસકાર્યોને લઈને કહ્યું કે આ પ્રોજેક્ટના કારણે રોજગારીની તકો સર્જાશે. તેમણે કહ્યું માતા-બહેનોએ અમને આશીર્વાદ આપ્યા છે. ત્યારે પ્રોજેક્ટમાં મોટાભાગના કામો બહેનોના સશક્તિકરણ સાથે જોડાયેલા છે.

6 / 6
વિશાળ જનમેદનીને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે વડોદરા માતાની જેમ સંસ્કાર આપતુ નગર છે, મહાપુરુષો પણ આ સંસ્કારની નગરીથી પ્રેરિત થયા છે. વડોદરા માતૃશક્તિના ઉત્સવ માટે ઉપયુક્ત નગર છે. મારી આખી વિકાસયાત્રામાં વડોદરાનું યોગદાન હું ક્યારેય ન ભુલી શકુ.

Next Photo Gallery