
વડાપ્રધાન મોદી એ પોતાના સંબોધનમાં કહ્યુ કે, મને ખુશી છે કે મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ મારા પ્રિય મિત્ર-સહયોગી અને ગોવાના પ્રિય મનોહર પર્રિકરના નામ પર રાખવામાં આવ્યુ છે. આ એરપોર્ટ દ્વારા તેમની યાદ જીવંત રહેશે. જણાવી દઈએ કે સ્વ. મનોહર પર્રિકર દેશના રક્ષા મંત્રી પણ હતા. સ્વાદુપિંડના કેન્સરને કારણે વર્ષ 2018માં તેમનું નિધન થયુ હતુ.

આ એરપોર્ટ 2870 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યુ છે. આજે આ એરપોર્ટના પ્રથમ ચરણનું ઉદ્વાટન થયુ છે. આ એરપોર્ટ વાર્ષિક 44 લાખ યાત્રીઓને સંભાળવાની ક્ષમતા ધરાવે છે.