
પ્રાઈમા પ્લાસ્ટિક્સ કંપનીએ તાજેતરમાં જ આપેલી માહિતી અનુસાર કેમરૂન ખાતે સ્થિત JV કંપનીની સ્થાપિત ઉત્પાદન ક્ષમતામાં વધારો થયો છે. 30%થી વધુ ક્ષમતામાં વધારો થયો છે. કંપનીના જણાવ્યા અનુસાર વાણિજ્યિક ઉત્પાદનની શરૂઆત 5 ફેબ્રુઆરી સુધીમાં અપેક્ષિત છે.

પ્રાઈમા પ્લાસ્ટિક્સ કંપની દ્વારા આપવામાં આવેલી માહિતીની અસર શેરમાં જોવા મળી રહી હોય તેવુ લાગી રહ્યુ છે. કંપનીના શેરમાં અપર સર્કિટ લાગ્યું હતું. સ્ટોક 20 ટકા વધીને 34.50ના સ્તર પર પહોંચી ગયો હતો.
Published On - 2:45 pm, Thu, 1 February 24