1 ઓગસ્ટથી મોંઘવારીનો મોટો ઝાટકો ! ચા, સાબુ, ટીવીથી લઈને કાર સુધી બધું જ થશે મોંઘું, જુઓ લિસ્ટ

ઓગસ્ટ મહિનો શરૂ થતાની સાથે જ સામાન્ય નાગરિકો માટે માઠા સમાચાર આવી રહ્યા છે! 1 ઓગસ્ટથી રસોડાના સામાનથી લઈને ગાડીઓ સુધી બધું જ મોંઘું થવા જઈ રહ્યું છે. આ ભાવવધારા પાછળનું અસલી કારણ શું છે અને તમારા બજેટ પર આની શું અસર પડશે?

| Updated on: Jul 29, 2026 | 5:12 PM
1 / 10
ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે જ સામાન્ય માણસના મંથલી બજેટ પર મોટો ફટકો પડવા જઈ રહ્યો છે. FMCG પ્રોડક્ટ્સથી લઈને ઈલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઈલ સેક્ટરમાં વિવિધ વસ્તુઓના ભાવ વધવાના છે.

2 / 10
સવારની ચા, હેર ઓઇલ અને સાબુ જેવી રોજિંદી વપરાશની વસ્તુઓના ભાવમાં 6 થી 8 ટકા સુધીનો વધારો થઈ શકે છે. આ ભાવવધારાથી રસોડાનું બજેટ સીધું ખોરવાઈ જશે.

3 / 10
ઘરવપરાશના સાધનો જેવા કે રેફ્રિજરેટર (ફ્રિજ), વોશિંગ મશીન અને ટીવીના ભાવમાં 4 થી 6 ટકા સુધીનો વધારો થઈ શકે છે, જેનાથી ઈલેક્ટ્રોનિક્સ ખરીદવું મોંઘું બનશે.

4 / 10
છેલ્લા કેટલાક મહિનાઓમાં ગ્લોબલ માર્કેટમાં મેમરી ચિપના દામ ત્રણ ગણા સુધી વધી ગયા છે, જેની સીધી અસર સ્માર્ટફોનની કિંમતો પર પડશે અને મોબાઈલ ફોન ખરીદવા વધુ પૈસા ચૂકવવા પડશે.

5 / 10
જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ખિસ્સા વધુ હળવા કરવા પડશે. મારુતિ સુઝુકી ઓગસ્ટથી પોતાની ગાડીઓના ભાવમાં ₹30,000 સુધીનો વધારો કરવા જઈ રહી છે. જ્યારે હોન્ડા અને મર્સિડીઝ-બેન્ઝ જેવી કંપનીઓ પણ ભાવ વધારવાની તૈયારી કરી રહી છે.

6 / 10
આ ભાવવધારા માટે વૈશ્વિક પરિબળો જવાબદાર છે. મધ્ય પૂર્વ (West Asia) માં ચાલી રહેલા તણાવને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ છે. ક્રૂડ ઓઈલ અને પામ ઓઈલના ભાવ વધવાથી પેકેજિંગ મટીરીયલ અને ટ્રાન્સપોર્ટેશન (ભાડું) મોંઘું થઈ ગયું છે.

7 / 10
કંપનીઓ એકસાથે ભાવ વધારવાને બદલે અલગ-અલગ તબક્કામાં કિંમતો વધારશે. શરૂઆતમાં પ્રીમિયમ અને મોટી પ્રોડક્ટ્સના ભાવ વધશે, જ્યારે નાના પેકેટોના ભાવ પાછળથી વધારવામાં આવશે.

8 / 10
કંપનીઓનું કહેવું છે કે જૂન ક્વાર્ટરમાં તેમણે મોંઘવારીનો અડધો બોજ જ ગ્રાહકો પર નાખ્યો હતો. બાકીનું નુકસાન પૂરું કરવા માટે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કિંમતોમાં વધુ 2 થી 5 ટકા નો વધારો કરવામાં આવશે. આ ઉપરાંત તૈયાર કપડાં (Apparel) ના દામ પણ વધી શકે છે.

9 / 10
અર્થશાસ્ત્રીઓના મતે આ અચાનક વધેલા ભાવની અસર દેશના વિકાસ દર પર પડી શકે છે. ગ્લોબલ રિપોર્ટ અનુસાર, ભારતીય અર્થતંત્ર માટે આવનારો સમય પડકારજનક બની શકે છે અને એકંદર ફુગાવો (Inflation) 5.4 ટકાના આધારરેખાથી ઉપર જઈ શકે છે.

10 / 10
તહેવારોની સીઝન નજીક આવી રહી છે ત્યારે મધ્યમ વર્ગ (Middle Class) માટે મર્યાદિત આવકમાં વધતા ખર્ચાઓ સાથે તાલમેલ બેસાડવો એ સૌથી મોટો પડકાર બની રહેશે. જોકે, કંપનીઓને આશા છે કે આ વધારો તહેવારોની ખરીદીને ખાસ અસર નહીં કરે.

Follow Us