
મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે રાકેશ, રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા, અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલે અને શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પણ ઉપસ્થિત રહી રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું.

રાષ્ટ્રપતિનું એરપોર્ટ પર સ્વાગત કરાયા બાદ તેઓ ત્યાંથી રવાના થયા હતા અને ગાંધીનગરમાં રાજભવન પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યા બાદ ગાંધીનગર જવા રવાના થયા હતા. Edited By Pankaj Tamboliya