
આ સાડી પૂર્વ ભારતમાં સંથાલ સમુદાયની છે. આ સાડી ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને આસામમાં ખૂબ પ્રખ્યાત છે. હાથથી બનેલી હોવાને કારણે આ સાડીની કિંમત પણ થોડી વધારે છે. આ સાડીની કિંમત હજારોમાં હોય છે.

પહેલાના સમયમાં આ સાડીઓ પર ખાસ ત્રણ ધનુષની ડિઝાઇન બનાવવામાં આવતી હતી, જે સ્ત્રી સ્વતંત્રતાનું પ્રતિક માનવામાં આવતી હતી. જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ તેમ આ સાડીઓ પર અલગ અલગ ડિઝાઈન બનાવવામાં આવી.