
એક સમયે ઝુપડીમાં રહેલા દ્રોપદી મુર્મુ, હાલમાં દેશના 15માં રાષ્ટ્રપતિ બન્યા છે. તેઓ હવે ભવ્ય રાષ્ટ્રપતિ ભવનમાં રહેશે. આ સિવાય તેમને અનેક સુવિધા આપવામાં આવશે. તેમની કાર ખાસ હશે. સુરક્ષાના કારણોસર તેમની કારની વધારે માહિતી બહાર પાડવામાં આવતી નથી. આ ફોટોમાં દેખાઈ રહેલી કાર એ રાષ્ટ્રપતિની કાર હોય છે. રાષ્ટ્રપતિની કારમાં નંબર પ્લેટ નથી હોતી, તેની જગ્યાએ રાષ્ટ્રીય પ્રતિક અશોક સ્તંભ હોય છે. આ કારનો લુક શાનદાર હોય છે.

આ કારની કિંમત - રાષ્ટ્રપતિની લિમોઝિન Mercedes Maybach S600 Pullman Guardની કિંમત લગભગ 10 કરોડ રૂપિયા છે. આ કાર તેના લક્ઝુરિયસ લુકની સાથે સાથે ઉત્તમ ઈન્ટીરીયર અને ફીચર્સ માટે જાણીતી છે. તેમાં અનેક સુવિધો છે.

એકદમ સુરક્ષિત છે આ કાર - આ કાર VR9 સ્તરની બેલિસ્ટિક સુરક્ષા ધરાવે છે અને પોઈન્ટ 44 કેલિબર હેન્ડગન શોટ, લશ્કરી રાઈફલ શોટ, બોમ્બ, અન્ય વિસ્ફોટો તેમજ ગેસ હુમલાથી પ્રભાવિત થશે નહીં. રાષ્ટ્રપતિની કારમાં બુલેટ પ્રૂફ એલોય અને ટાયર, ઓક્સિજન સપ્લાય, ઓટોમેટેડ લોક કંટ્રોલ, પ્રિવેન્ટિવ શિલ્ડ, પેનિક એલાર્મ સિસ્ટમ સહિતની તમામ સુરક્ષા સુવિધાઓ મળે છે.

પહેલા આ કારનો થતો હતો ઉપયોગ - શરુઆતના વર્ષોમાં કૈડિલેક કન્ટ્રી કારનો ઉપયોગ કરતા હતા. તે વર્ષો સુધી રાષ્ટ્રપતિના કાફલાનો એક ભાગ રહ્યુ, પાછળથી હિન્દુસ્તાન મોટર્સના એમ્બેસેડર તેની જગ્યા લીધી.

90ના દાયકામાં બદલાઈ કાર - રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા પાસે W124 મર્સિડીઝ એસ-ક્લાસ ઓફિશિયલ કાર હતી. S-ક્લાસ લિમોઝિનમાં સફર કરનાર શંકર દયાલ શર્મા પ્રથમ રાષ્ટ્રપતિ હતા. તેમના પછી રાષ્ટ્રપતિ કે.આર. નારાયણન અને એપીજે કલામને નેક્સ્ટ જનરેશન બુલેટપ્રૂફ W140 S-ક્લાસ રાષ્ટ્રપતિની સત્તાવાર કાર તરીકે મળી.

પ્રતિભા પાટિલ -પ્રણવ મુખર્જી પાસે આવી આ કાર - પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ અને પ્રણવ મુખર્જી પાસે લક્ઝુરિયસ મર્સિડીઝ લિમોઝીન કાર હતી. પ્રતિભા પાટીલ પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા અને તેમના કાર્યકાળ દરમિયાન W221 મર્સિડીઝ S600 પુલમેન ગાર્ડ લિમોઝિન હતી. પ્રણવ મુખર્જીને તે જ કાર મળી, પછીથી રામનાથ કોવિંદને મળી હતી.

2021માં આવી રાષ્ટ્રપતિની નવી કાર - રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 2021 માં સ્વતંત્રતા દિવસના અવસર પર તેમની નવી લિમોઝિન મર્સિડીઝ મેબેક S600 પુલમેન ગાર્ડ સાથે જોવા મળ્યા હતા.