
આ સાથે ન એરપોર્ટ બહાર અમદાવાદ પ્રદર્શન વોલ તૈયાર કરવામાં આવી છે. સાથે જ એરપોર્ટ પર બહાર લોકો 360 ડિગ્રી એન્ગલ સ્ક્રીન પર લાઈવ મેચ પણ નિહાળી શકશે. સાથે જ એક સેલ્ફી પોઇન્ટ પણ બનાવ્યો છે. જે તમામ એક્ટિવિટી લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બની છે. જેણે એરપોર્ટ પર ક્રિકેટ સ્ટેડિયમ જેવો માહોલ ઉભો કર્યો છે.

વર્લ્ડ કપ ફાઇનલ મેચને લઈને મેચના કેટલાક દિવસ પહેલા થી જ શહેરમાં હોટલના ભાવ વધારા છતાં ફૂલ જેવી સ્થિતિ સર્જાઈ છે. જેની સાથે અમદાવાદ એરપોર્ટ પર પણ મુસાફરો માટે વિરામ માટે મુકવામાં આવેલા જે પોડ પણ ફૂલ થઈ ચૂક્યા છે. સામાન્ય રીતે એરપોર્ટ પર મુસાફર આવે ત્યારે બે કે ત્રણ કલાક તેને ફ્લાઇટ ની રાહ જોવી પડે ત્યારે મુસાફરના આરામ માટે વિદેશી ફોર્મ્યુલાના એસી અને મનોરંજનના સાધન સાથેના જે પોડ બનાવવામાં આવ્યા છે જે ફૂલ થઈ ચૂક્યા છે.

અમદાવાદ એરપોર્ટ પર 12 જે પોડ બનાવાયા છે. જેમાં એક કલાક આરામના 599 રૂપિયા છે. અને અન્ય એક કલાક વધે એમ 200 રૂપિયા વધે. જેનો મેચ દરમિયાન ભાવ 200 રૂપિયા વધારી દેવામાં આવ્યો છે. જોકે તેમ છતાં 18 થી 20 સુધી ત્રણ દિવસ માટે જે પોડ ફૂલ થઈ ચૂક્યા છે. તો કોઈએ હોટેલ જેવી સુવિધા સાથે 12 અને 24 કલાક માટે પણ બુકીંગ કરાવ્યુ છે. જે એજ બતાવે છે કે ક્રિકેટ નો ફીવર લોકોમાં કેટલો છે.
Published On - 2:54 pm, Fri, 17 November 23