પ્રવાસી ગુજરાતી પર્વ કાર્યક્રમના દેશ વિદેશની મોટી પ્રતિભાઓ બનશે મહેમાન
જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત સૂત્ર અનુસાર દુનિયાભરમાં વિવિધ ક્ષેત્રોમાં ટોચ પર પહોંચેલા ગૌરવવંતા ગુજરાતીઓને આ મંચ પર એક છત હેઠળ એકઠા કરવામાં આવે છે. TV9 નેટવર્ક અને એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા એટલે કે AIANA ગુજરાતમાં પ્રવાસી ગુજરાતી પર્વની ઉજવણી કરે છે. ગગનમાં ગુજરાતનું નામ ગુંજતુ કરનારા ગુજરાતીઓના ગૌરવની ઉજવણી કરવામાં આવશે.
1 / 7
અમદાવાદ ફરી એક વાર ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઇ રહ્યુ છે. 2022માં યોજાયેલા પ્રથમ આયોજનની ભવ્ય સફળતા બાદ ફરી એકવાર દુનિયાભરના ગૌરવશાળી ગુજરાતીઓને પોંખવા, સન્માનવા પ્રવાસી ગુજરાતી પર્વ તૈયાર છે પ્રવાસી ગુજરાતી પર્વ 2024નું આયોજન કરવામાં આવ્યુ છે.
2 / 7
આ કાર્યક્રમ હેઠળ પ્રતિભાશાળી ગુજરાતીઓ એક મંચ પર આવશે. ત્યારે આ પ્રવાસી ગુજરાતી પર્વની ઉજવણીમાં અમેરિકાના મિઝોરીના સ્ટેટ ટ્રેઝરર અને ભારતીય મૂળના વિવેક મલેક પણ હાજર રહેશે. હાલમાં વિવેક મલેક અમેરિકાના મિઝોરીના સ્ટેટ ટ્રેઝરર (નાણા સચિવ) છે. અમેરિકામાં ભારતીય મૂળના 45 વર્ષીય વિવેક મલેકની મિઝોરી રાજ્યના પ્રથમ બિન-શ્વેત ટ્રેઝરર તરીકે 17 જાન્યુઆરી 2023ના રોજ રાજ્યના 48મા ટ્રેઝરર (નાણા સચિવ) તરીકે નિયુક્ત થઈ હતી.
3 / 7
અમેરિકામાં ગુજરાતીઓની સંભાળ રાખતા મફતભાઈ પટેલ આપશે ટીવી9ના પ્રવાસી ગુજરાતી પર્વમાં હાજરી આપશે. મફતભાઈએ અમેરિકામાં પોતાની એર ટુર્સ ટ્રાવેલ એજેન્સી શરુ કરી અને 1991માં પોતાની સ્વાદ અને રાજા ફૂડ કરીને તૈયાર ફૂડ પેકેટ મળી શકે તે માટે કંપનીની શરૂઆત કરી. તેમજ પટેલ’સ કાફે, પટેલ બ્રધર્સ હેન્ડીક્રાફ્ટ વગરે નામની અલગ અલગ કંપનીની શરૂઆત કરી હતી. મફતભાઈએ ગુજરાતના ઘણા ગામડાઓ અને નબળા વિસ્તારોમાં મદદ આપી લોકોની સેવા કરી છે અને અમદાવાદમાં પોતાની સંવેદના કરીને એક સંસ્થા પણ ચલાવે છે. જેમાં ગરીબ અને આદિવાસી બાળકો માટે સેવા અને મદદ પૂરી પાડવામાં આવે છે.
4 / 7
પ્રવાસી ગુજરાતી પર્વની ઉજવણીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય સંચારી રોગ નિયંત્રણ એક્શન પ્લાન અંગે સલાહ આપવાનો બહોળો અનુભવ ધરાવતા ડો. ભરત પંખાડીયા પણ હાજર રહેશે. ડૉ. પંખાડીયાએ વેલ્શ નેશન સ્કૂલ ઑફ મેડિસિન, કાર્ડિફ, વેલ્સમાંથી લાયકાત મેળવી અને 1989માં જનરલ પ્રેક્ટિશનર તરીકે તાલીમ લીધી. ત્યારબાદ તેણે શ્વસન ઉપચારની વધુ તાલીમ લીધી. પ્રાથમિક અને ગૌણ સંભાળ બંનેમાં અનુભવ ધરાવતા ડૉ. પંખાડીયાએ સમજ્યું કે લોકોના સ્વાસ્થ્યમાં મોટો ફાળો આપવા માટે, રોગનું પ્રાથમિક નિવારણ મહત્વનું છે.
5 / 7
ફિજીના નાયબ પ્રધાનમંત્રી બિમન પ્રસાદ આવશે અમદાવાદ, ટીવી9 ગુજરાતીના પ્રવાસી ગુજરાતી પર્વના બીજા સંસ્કરણમાં ભાગ લેશે. તેઓ પહેલા પણ અનેકવાર ભારત આવી ચુક્યા છે, તેમને છેલ્લે જ્યારે ભારત આવ્યા ત્યારે રામ મંદિર, અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાત લીધી હતી. વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ પરમિતા ત્રિપાઠી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું.
6 / 7
પ્રવાસી ગુજરાતી પર્વમાં ખાસ હાજરી આપશે ગુજરાતી સાહિત્યના જાણીતા કલાકાર અને પદ્મશ્રી અવોર્ડ વિજેતા ભીખુદાન ગઢવી. ભીખુદાન ગઢવી એ ગુજરાતના જુનાગઢ શહેરના વતની છે. તેઓ ગુજરાતી લોક-સાહિત્યના એક ખૂબ જ જાણીતા કલાકાર છે. ભીખુદાન ગઢવી એ ગુજરાતી લોકસાહિત્યનું એક સીમાસ્થંભ રૂપી નામ છે. છેલ્લા 6 દાયકાથી લોકડાયરાઓમાં ગુજરાતીનું લોકસાહિત્ય પીરસતા ભીખુદાન ગઢવી એ પોતાની એક આગવી શૈલી વિકસાવી છે.
7 / 7
પરદેશમાં ગુજરાતી કલ્ચરને નવી ઓળખ આપનારા આર્ટિસ્ટ હાર્દિક ચૌહાણ ટીવી9 ગુજરાતીના પ્રવાસી ગુજરાતી પર્વમાં હાજરી આપશે.હત્વની વાત એ છે કે ગુજરાતી સાસંકૃતિને જર્મનીમાં ઉજાગર કરનાર હાર્દિક ચૌહાણ આ કાર્યક્રમ માં ખાસ હાજર રહેવાના છે. મેડિકલ એન્જિનિયરિંગમાં કારકિર્દી બનાવવા તેઓ અમદાવાદથી જર્મનીમાં ગયા, પરંતુ તેઓ સંગીતને પાછળ છોડી શક્યા નહીં. ચૌહાણે ગાયકવૃંદ જૂથ, કોલેજિયમ વોકલ – સ્ટુડીરેન્ડેન્ચોર ડેર એફએસયુ જેના, જર્મની સાથે લોકગીતો રજૂ કરીને દેશમાં થોડી ખ્યાતિ પ્રાપ્ત કરી છે.
Published On - 7:59 pm, Wed, 7 February 24