Knowledge : શું તમે જાણો છો વિશ્વના નેતાઓ લાંબા સમય સુધી શા માટે જીવે છે, આ રહ્યું તેનું વૈજ્ઞાનિક કારણ

|

Jun 26, 2022 | 12:01 PM

Why Politicians Live Longer : શું રાજકારણ નેતાઓની ઉંમરને અસર કરે છે? જવાબ હા છે. સંશોધકો માને છે કે,ધૂમ્રપાન હૃદય રોગ જેવા ઘણા રોગોને પ્રોત્સાહન આપે છે. 1950ના દાયકાથી ઉચ્ચ વર્ગમાં ધૂમ્રપાન કરવાની ઘટનાઓ ઘટી છે. પરિણામે તેમનું આયુષ્ય વધ્યું છે.

1 / 5
શું રાજકારણ પણ નેતાઓની ઉંમરને અસર કરે છે? જવાબ હા છે. નવું સંશોધન કહે છે કે નેતાઓ સામાન્ય લોકો કરતાં લાંબુ જીવે છે. આ દાવો ઓક્સફર્ડ યુનિવર્સિટીના (Oxford University) સંશોધકોએ તેમના તાજેતરના સંશોધનમાં કર્યો છે. સંશોધકોએ સંશોધનમાં 57 હજારથી વધુ નેતાઓનો (Leaders) ડેટા સામેલ કર્યો હતો. જાણો, રિસર્ચમાં કઇ રસપ્રદ વાતો સામે આવી...

2 / 5
સ્વિત્ઝર્લેન્ડમાં સામાન્ય લોકોની સરખામણીમાં નેતાની ઉંમરમાં 3 વર્ષનો તફાવત હતો અને અમેરિકામાં આ આંકડો 7 વર્ષનો છે. ન્યુઝીલેન્ડ અને ઈટાલીમાં પણ રાજકારણીઓ સામાન્ય લોકો કરતાં લાંબુ જીવતા હતા. આવું કેમ થયું, હવે આપણે સમજીએ કે સંશોધકો કહે છે કે, આવું થવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, 20મી સદીની શરૂઆતમાં, ધનિક અને વ્યાવસાયિક લોકોમાં ધૂમ્રપાનની પ્રથા સામાન્ય હતી, પરંતુ 1950ના દાયકાના અંત ભાગમાં તેમાં ઘટાડો થયો.

3 / 5

સંશોધકો માને છે કે,ધૂમ્રપાન હૃદય રોગ જેવા ઘણા રોગોને પ્રોત્સાહન આપે છે. 1950ના દાયકાથી ઉચ્ચ વર્ગમાં ધૂમ્રપાન કરવાની ઘટનાઓ ઘટી છે. તેથી, ધૂમ્રપાનને કારણે વધતા રોગોના કેસોમાં ઘટાડો થયો છે. પરિણામે તેમનું આયુષ્ય વધ્યું છે. સંશોધનમાં એ વાત પણ સામે આવી છે કે, મહિલા નેતાઓ પુરૂષો કરતાં સરેરાશ લાંબુ જીવે છે.

4 / 5
સંશોધકોનું કહેવું છે કે, સંશોધનનાં પરિણામો દર્શાવે છે કે નેતાઓ સામાન્ય લોકો કરતાં વધુ સારું જીવન જીવે છે. આ સિવાય રિસર્ચ એ પણ બતાવે છે કે દુનિયામાં ઉચ્ચ વર્ગ અને સામાન્ય લોકો વચ્ચે કેટલી હદે અસમાનતા છે. આ અસમાનતા સમયાંતરે વધી છે, આંકડા તેના સાક્ષી છે.

5 / 5
સંશોધન મુજબ 20મી સદીની શરૂઆત સુધી આવું નહોતું. વિશ્વભરના મોટાભાગના નેતાઓ સામાન્ય વસ્તી જેટલી જ વયના હતા. 20મી સદી દરમિયાન બંનેની જીવનશૈલીમાં તફાવત હોવાને કારણે આ તફાવત સૌથી વધુ વધ્યો. આ તફાવતનું બીજું કારણ આપવામાં આવ્યું હતું. સંશોધકો કહે છે કે, રાજકારણીઓનો પગાર સરેરાશ વસ્તી કરતાં વધારે હોય છે, જે આયુષ્ય અને સ્વાસ્થ્ય તરફ દોરી જાય છે.

Next Photo Gallery