
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો વિદેશ પ્રવાસ એવા સમયે થવા જઈ રહ્યો હતો જ્યારે 5 રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. કોંગ્રેસને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ઉત્તર-પૂર્વીય રાજ્ય મિઝોરમમાં પાર્ટીની બેઠકોની સંખ્યામાં ઘટાડો થયો હતો. જો કે, પાર્ટીએ તેલંગાણામાં સારું પ્રદર્શન કર્યું અને ભારત રાષ્ટ્ર સમિતિને હરાવીને સત્તા કબજે કરી.

આવતીકાલે સોનિયા ગાંધીનો જન્મદિવસ છે. સામાન્ય રીતે દરેક ચૂંટણી બાદ રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે જતા રહે છે. આ વખતે પણ તેનો વિદેશ જવાનો પ્લાન હતો, પરંતુ કોઈ કારણસર તે મોકૂફ રાખવામાં આવ્યો હતો. કોંગ્રેસની હાર બાદ પાર્ટીમાં મંથન ચાલી રહ્યું છે. કહેવાય છે કે પાર્ટી હાઈકમાન્ડ સ્થાનિક નેતાઓથી નારાજ છે. ખાસ વાત એ છે કે આવતીકાલે 9મી ડિસેમ્બરે રાહુલ ગાંધીની માતા અને કોંગ્રેસની પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીનો જન્મદિવસ છે.