
માનના આ બીજા લગ્ન છે તે પોતાની પહેલી પત્નીથી 2015માં અલગ થયો હતો. પ્રથમ લગ્નથી માનને 2 બાળકો પણ છે,મુખ્યમંત્રીના ઘરે ચુસ્ત બંધોબંસ્ત ગોઠવવામાં આવ્યો છે

પાર્ટી અનુસાર માનની માતા અને બહેન સહિત પરિવારના કેટલાક સભ્યો જ આ લગ્નમાં સામેલ થયા હતા. આ લગ્ન રીતિ-રિવાજ સાથે સંપન્ન થયા છે, દિલ્હીના મુખ્યમંત્રી અને આમઆદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને સાંસદ રાધવ સિંહ ચઢ્ઢા લગ્નસમારોહમાં હાજરી આપી હતી

આમ આદમી પાર્ટીના સાંસદ રાધવ સિંહ ચઢ્ઢાએ કહ્યું કે, મુખ્યમંત્રી ભગવંક માનના જીવનનો નવો આધ્યાય આજથી શરુ થઈ રહ્યો છે, હું માન સાહેબના પરિવાર તેની માતા અને બહેનને શુભકામના પાઠવું છુ,

રાધવ સિંહ ચઢ્ઢાએ કહ્યું કે, અમે લોકો ખુબ ખુશ છીએ લાંબા સમય બાદ માન સાહેબના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે, ભગવંત માન સાહેબની માતાનું સપનું હતુ કે તેના છોકરાનું ઘર વસે , આજ તેનું સપનું પુરું થયું છે

30 વર્ષની ગુરપ્રીત કૌરે લગ્ન પહેલા તેનો એક ફોટો શેર કરી લખ્યું કે,લગ્નનો દિવસ આવી ગયો છે, તેમણે આમ આદમી પાર્ટીના નેતાઓને શુભકામના બદલ આભાર વ્યક્ત કર્યો છે.

ગુરપ્રીત કૌરે 2018માં હરિયાણાની યુનિવર્સિટીમાં એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કર્યો છે, તેની 2 મોટી બહેન વિદેશમાં રહે છે

ડો.ગુરપ્રીત કૌર હરિયાણાના પેહોવાના રહેવાસી છે. કૌરે તેનો મેડિકલ અભ્યાસ વર્ષ 2017માં પૂર્ણ કર્યો છે. ડૉ. ગુરપ્રીત કૌરની ભગવંત માનની બહેન સાથે સારી મિત્રતા છે, ત્યારબાદ જ તે ભગવંત માનને વર્ષ 2019માં મળી હતી. જ્યારે સીએમ ભગવંત માન અને ડૉ. ગુરપ્રીત કૌર પહેલીવાર મળ્યા ત્યારે માન સંગરુરથી લોકસભા સાંસદ હતા.