
સુરત એરપોર્ટ પર મેયર હેમાલી બોઘાવાળાએ પીએમ મોદીને આવકાર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નવસારીમાં પાણી પુરવઠા યોજનાઓનો શિલાન્યાસ કરશે.

સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાના રહેવાસીઓને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા માટે વડાપ્રધાન 549 કરોડની 8 પાણી પુરવઠા યોજનાઓનો શિલાન્યાસ કરશે. નવસારી જિલ્લામાં 33 કરોડના ખર્ચે તૈયાર થનાર ખેરગામ અને પીપલખેડને જોડતા પહોળા રોડનો શિલાન્યાસ પણ કરવામાં આવશે.

PM મોદી નવસારી ખાતે આયોજીત ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપશે. વધુમાં CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, માત્ર વાયદાઓની આંબા-આંબલી નહીં, પરંતુ વડાપ્રધાને જે કહ્યું તે કરીને બતાવ્યુ છે. જ્યાં તેઓ 3 હજાર 50 કરોડના 7 પ્રોજેક્ટનું ઉદ્ધાટન, 12 પ્રોજેક્ટનો શિલાન્યાસ અને 14 પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સભાનું સંબોધન કરતા કહ્યું કે, PM મોદી આજે મુખ્યપ્રધાન આજે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. PM મોદીની એક દિવસીય ગુજરાત મુલાકાતને પગલે 3050 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજક્ટની ગુજરાતીઓને ભેટ મળશે.

CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, માત્ર વાયદાઓની આંબા-આંબલી નહીં, પરંતુ વડાપ્રધાને જે કહ્યું તે કરીને બતાવ્યું છે.