
કોંગ્રેસ પર પ્રહાર કરતાં પીએમએ કહ્યું કે, કોંગ્રેસને વોટ આપવાનો અર્થ છે કેસીઆર માટે ફરીથી સત્તામાં આવવાના દરવાજા ખોલવા. કોંગ્રેસના ધારાસભ્યો ક્યારે BRSમાં સ્વિચ કરશે તેની કોઈ ખાતરી નથી. કેસીઆરને સત્તા પરથી હટાવવાનો એક જ રસ્તો છે અને તે છે ભાજપને લાવવાનો.

તમને જણાવી દઈએ કે, તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે 30 નવેમ્બરના રોજ મતદાન થવાનું છે. મતદાનના 48 કલાક પહેલા ચૂંટણી પ્રચારને મોકૂફ રાખવામાં આવશે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષો પાસે મંગળવાર સુધીનો જ સમય છે. તેલંગણામાં પીએમ મોદી સિવાય પણ ભાજપના જેપી નડ્ડા સહિત પાર્ટીના ઘણા મોટા નેતાઓ રેલીઓ કરતાં જોવા મળ્યા હતા.