Karnataka: PM મોદીના વિશાળ રોડ-શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા, ‘મોદી મોદી’ અને ‘ભારત માતા કી જય’ના લાગ્યા નારા, જુઓ Photos

|

Jan 12, 2023 | 7:59 PM

PM Modi In Karnataka: વડાપ્રધાન મોદી આજે કર્ણાટકના પ્રવાસે છે. કર્ણાટકના હુબલીમાં વડાપ્રધાન જ્યારે પહોંચ્યા તો તેમનું ભવ્ય સ્વાગત જનતા દ્વારા કરવામાં આવ્યું.

1 / 5
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના હુબલીમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવના ઉદ્ઘાટન કર્યા પહેલા એક વિશાળ રોડ શો કર્યો. વડાપ્રધાનનો કાફલો જેમ જેમ આગળ વધી રહ્યો હતો, તેમ તેમ લોકો તેમની પર ફુલ વરસાવી રહ્યા હતા.

2 / 5
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરપોર્ટથી રેલવે રમત મેદાન સુધી આ રોડ શો કાઢ્યો. આ દરમિયાન તેમની એક ઝલક મેળવવા માટે હજારો લોકો રસ્તામાં બંને બાજુ ઉભા હતા.

3 / 5
વડાપ્રધાન મોદી ચાલુ ગાડીમાં 'રનિંગ બોર્ડ' પર ઉભા રહ્યા હતા અને રસ્તાની બંને બાજુ લાઈનમાં ઉભા રહેલા લોકોનું અભિવાદન કરી રહ્યા હતા.

4 / 5
આ રોડ શોમાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, તેમ છતાં એક યુવક વડાપ્રધાન મોદીને માળા પહેરાવવા માટે સુરક્ષા તોડીને વડાપ્રધાનની નજીક પહોંચી ગયો હતો, જો કે SPG કમાન્ડોએ તેને અટકાવ્યો હતો.

5 / 5
રોડ શો દરમિયાન લોકો 'મોદી મોદી' અને 'ભારત માતા કી જય'ના નારા લગાવતા નજરે પડ્યા અને ઘણા લોકો હાથમાં તિરંગો ફરકાવતા જોવા મળ્યા.

Next Photo Gallery