
ત્યારે 2010ની શરૂઆતમાં જ કાર્યકર્તાઓ કહેતા હતા કે આવનારો યુગ ઈન્ટરનેટનો થવા જઈ રહ્યો છે. જેથી ઓરકુટ, ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનું એકાઉન્ટ બનાવવું મહત્વપૂર્ણ છે. 2010માં ભાજપ ગુજરાત રાજ્ય કાર્યકરોની એક બેઠકમાં તેમને નેતાઓને પોતાનું જીમેઈલ એકાઉન્ટ અને ફેસબુક એકાઉન્ટ બનાવવામાં મદદ માટે એક હેલ્પડેસ્કની પણ વ્યવસ્થા કરી હતી.

2002થી જ વિધાનસભા ચૂંટણી દરમિયાન તે ટેક્નોલોજીનો ખુબ જ ઉપયોગ કરતા આવી રહ્યા છે. 2002ની ચૂંટણીમાં તેમને એક અવાજ સંદેશ રેકોર્ડ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતુ, 'હું નરેન્દ્ર મોદી છું' આ ચૂંટણી ખુબ મહત્વપૂર્ણ છે, તેથી તમારા બહુમુલ્ય મતની જરૂર છે. મોદીજીની આ અપીલને રાજ્યમાં એસટીડી અને પીસીઓમાં ઓટોમેટિક ડાયલ તરીકે સેટ કરવામાં આવ્યા હતા. 2012માં પણ તેમને 3ડી રેલીઓ શરૂ કરી હતી.