
પીએમ મોદી પછી તેમની યુટ્યુબ ચેનલ પર સૌથી વધુ સબ્સ્ક્રાઇબર્સ ધરાવતા વિશ્વના કોઈપણ નેતાનું નામ બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલસોનોરાનું છે. તેની ચેનલ પર 64 લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. જે નરેન્દ્ર મોદીની યુટ્યુબ ચેનલના ત્રીજા ભાગ કરતાં થોડી ઓછી છે.

એ જ રીતે ડિસેમ્બર 2023માં 224 મિલિયન વ્યૂઝ સાથે નરેન્દ્ર મોદીની યુટ્યુબ ચેનલ યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડીમિર જેલેન્સકીની યુટ્યુબ ચેનલ કરતાં 43 ગણી વધુ વ્યૂ ધરાવે છે. જેઓ તેમની યુટ્યુબ ચેનલ પર બીજા સૌથી વધુ વ્યૂઝ સાથે વૈશ્વિક નેતા છે. આના પરથી તમે અનુમાન લગાવી શકો છો કે, પીએમ મોદી પછી બીજા ગ્લોબલ લીડરનું રેન્કિંગ શું છે.