PM મોદીને મળીને ભાવુક થયા મેજર અમિત, તસ્વીરોમાં જુઓ વડાપ્રધાન મોદીની જવાનો સાથેની મુલાકાત

|

Oct 24, 2022 | 5:13 PM

2014માં પીએમ બન્યા બાદથી પીએમ મોદી દર વર્ષે સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. આ વખતે પણ તેઓ કારગિલના દ્રાસ સેક્ટર પહોંચ્યા હતા. અહીં તે સૌપ્રથમ સૈનિકોને મળ્યા અને તેમની સાથે વાત કરી. આ પછી તેમણે સૈનિકોને સંબોધિત પણ કર્યા.

1 / 11
પીએમ મોદી (PM Modi) આજે કારગિલ પહોંચ્યા હતા. પહેલા સૈનિકોને મળ્યા અને ત્યારબાદ સંબોધન કર્યુ. પીએમ મેજર અમિતને મળ્યા. અમિતે તેમને જૂની તસવીર ભેટ આપી. વાસ્તવમાં, અમિત 2001માં બાલાચડીની એક સૈનિક સ્કૂલમાં ભણતો હતો, ત્યારે નરેન્દ્ર મોદી સાથે તેમની મુલાકાત થઈ હતી, આજે જ્યારે તેઓ ફરીથી પીએમને મળ્યા ત્યારે તેઓ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા.

2 / 11
પીએમ મોદીએ કહ્યું કે જવાનો વચ્ચે દિવાળી મનાવવી એ મારું સૌભાગ્ય છે. દિવાળી એટલે આતંકના અંતની ઉજવણી. પાકિસ્તાન સાથે એક પણ યુદ્ધ એવું નથી થયું કે જ્યાં કારગીલે વિજયનો ઝંડો લહેરાવ્યો ન હોય.

3 / 11
પીએમે કહ્યું કે મારા માટે તમે વર્ષોથી મારો પરિવાર છો. મારી દીવાળીની મિઠાસ તમારી વચ્ચે આવવાથી વધી જાય છે, મારી દીપાવલીનો પ્રકાશ તમારી વચ્ચે છે.

4 / 11
પીએમએ કહ્યું કે કારગીલમાં આપણી સેનાએ આતંકનો ખાત્મો કર્યો હતો. પીએમએ કહ્યું, 'મેં કારગિલ યુદ્ધને નજીકથી જોયું છે. આજે ચારેબાજુ જીતનો જયઘોષ છે. તન અને મન દેશની સેવામાં સમર્પિત છે. શોર્યની ગાથા આપણી પરંપરા છે.

5 / 11
પીએમ મોદીએ કહ્યું કે સેનાના જવાન દેશની સુરક્ષા કવચ છે. જ્યારે દેશની અર્થવ્યવસ્થા થોડા જ સમયમાં 10મા નંબરથી 5મા નંબર પર પહોંચી ગઈ હોય ત્યારે તમારું માથુ ગર્વથી ઉંચુ થઈ જાય છે.

6 / 11
પીએમે કહ્યું કે ઈસરોએ બે દિવસ પહેલા 36 સેટેલાઈટ્સ લોન્ચ કરીને રેકોર્ડ બનાવ્યો છે. જ્યારે ભારત અવકાશમાં સિક્કો જમાવે છે તો પછી એ કોણ હશે કે જેની છાતી ગર્વથી ગદગદ ન થાય.

7 / 11
દેશમાં ભ્રષ્ટાચાર સામે યુદ્ધ ચાલી રહ્યું છે. ભ્રષ્ટાચારી ગમે તેટલો શક્તિશાળી હોય, તે છટકી શકતો નથી. આજે અમારી સરકાર તમામ જૂની ખામીઓ દૂર કરી રહી છે. તમામ મોટા નિર્ણયો ઝડપથી લેવામાં આવે છે અને તેનો અમલ કરવામાં આવે છે: PM

8 / 11
મેં કારગીલ યુદ્ધને નજીકથી જોયું છે. આજે યુદ્ધોની જીતનો પોકાર છે. તન અને મન દેશની સેવામાં સમર્પિત છે. બહાદુરીની ગાથા આપણી પરંપરા છે.

9 / 11
પીએમ મોદીએ કહ્યું કે અમે યુદ્ધની વિરુદ્ધ છીએ. અમે શાંતિના પક્ષમાં છીએ. પરંતુ જો કોઈ દુશ્મન આપણી તરફ જુએ છે તો આપણી સેના જાણે છે કે તેને કેવી રીતે યોગ્ય જવાબ આપવો. જ્યારે ભારતની તાકાત વધે છે ત્યારે શાંતિની આશા વધે છે.

10 / 11
મોદીએ કહ્યું કે ભારત તેના બાહ્ય અને આંતરિક બંને દુશ્મનો સાથે પૂરી તાકાતથી કામ કરી રહ્યું છે. તેમણે દેશની અંદરથી 'આતંકવાદ, નક્સલવાદ અને ચરમપંથને  જડમૂળથી ઉખેડવા માટે લેવામાં આવેલા પગલાં વિશે જણાવ્યું.

11 / 11
મોદીએ કહ્યું, “સશસ્ત્ર દળોમાં મહિલાઓના સમાવેશથી અમારી તાકાત વધશે.” સશસ્ત્ર દળોમાં દાયકાઓથી સુધારાની જરૂર હતી, જે હવે અમલમાં આવી રહી છે. એક રાષ્ટ્ર ત્યારે જ સુરક્ષિત છે જ્યારે તેની સરહદો સુરક્ષિત હોય, અર્થતંત્ર મજબૂત હોય અને સમાજ આત્મવિશ્વાસથી ભરેલો હોય.

Next Photo Gallery