
બંનેએ યુવાન વયમાં ડેટિંગ કરવાનું શરૂ કર્યું અને પછી જ્યારે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો તો બંનેના પરિવારજનો પણ લગ્ન માટે રાજી થઈ ગયા. લવ કમ એરેન્જ મેરેજ બાદ બંનેને એક પુત્ર થયો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલકા વિરુદ્ધ લોકેશની એક જ ફરિયાદ હતી કે તે પોતાની રાજકીય મહત્વાકાંક્ષાઓને કારણે પરિવારનું સન્માન નથી કરતી. વર્ષ 2003ની ચૂંટણી પહેલાનો સમય હતો, જ્યારે અલકા પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડવા માટે સક્રિય હતી.